તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના પ્રથમ ફેઝનું ટૂંક સમયમાં કામ શરૂ કરાશે. આ માટે વિશ્વ બેંક પાસેથી 5290 કરોડની લોન લેવાશે. જો કે, પાલિકાની રેવન્યુ આવક મર્યાદિત છે. હાલમાં તમામ વિકાસના કામો પૂર્ણ કરવા 80 ટકા રકમ કેન્દ્ર કે રાજ્ય સરકારની ગ્રાન્ટો પર આધારિત છે. વિશ્વ બેંક પાસેથી લેનારી લોન પેટે સિકિંગ ફંડ નિભાવવા (દેવું ચૂકવવા માટે રજૂ કરેલા પૈસા) માટે રાજ્ય સરકાર સાથે પત્ર વ્યવહાર સહિતની કાર્યવાહી કરવા પાલિકા કમિશનરને સ્થાયીની બેઠકમાં અધિકૃત કરાયા છે.