સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખોડીયાર કુવા મોટામાઢ વિસ્તારમાં પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરીને એક યુવકને માથામાં પાઈપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવકને સારવાર માટે લઇ જતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ પોલીસે 17 સહિત 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે. સમગ્ર બજાર બંધ કરી દેવાયું છે. તેમજ પ્રાંતિજમાં મોટામાઢથી 70થી વધુ પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે મૃતક રાજુભાઇ રાઠોડની અંતિમયાત્રા નીકળી હતી.