વલસાડ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત કપરાડા તાલુકાની 3 શાળાઓમાં 14 ફેબ્રુઆરી 2023ના રોજ દુષ્કર્મના આરોપી આશારામનો ફોટો મૂકી પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ હાલ શિક્ષણ વિભાગે કપરાડા તાલુકાની 3 શાળાના મુખ્ય શિક્ષકો અને અન્ય શિક્ષકો સહિત 32 સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા રાજ્ય શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષણાધિકારીએ રજૂઆત કરી હતી. જે બાદ તાજેતરમાં રાજ્ય શિક્ષણ વિભાગે કુલ 32 શિક્ષકોની ગંભીર બેદરકારી બદલ ઠપકો આપી સર્વિસ બુકમાં નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.