ચેક રિટર્ન કેસમાં વાપી કોર્ટે મુંબઈની કંપનીના ડાયરેકટર શાહજાહ સઈદઅલી મુલ્લાને એક વર્ષની કેદની સજા અને રૂ.9 કરોડ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.વર્ષ 2013 થી 2015 દરમિયાન વાપીની કંપનીએ માલની ડીલેવરી કર્યા બાદ મુંબઈની કંપનીના ડાયરેકટરે ત્રણ જુદા જુદા ચેકો આપ્યા બાદ રિટર્ન થયા હતાં.જેથી ફરિયાદીએ વાપી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.