વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં કબજે કરાયેલા વાહનોની હરાજી કરવા માટે જિલ્લા એસપીએ પ્રયાસો હાથ ધર્યા છે. વર્ષ-2014માં અંતિમ હરાજી બાદ 10 વર્ષ બાદ આ હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે. જેને લઇ પોલીસ સ્ટેશનો તેમજ કમ્પાઉન્ડમાં ભરાયેલા વાહનો ખાલી થવાથી અન્ય વાહનો મૂકવા માટે જગ્યા મળી રહેશે.