દરિયાઇ વિસ્તારમાંથી મળી આવતા માછલી ઝીંગા જેવા ખોરાકી દરિયાઇ પ્રાણીઓ પ્લાસ્ટિક પ્રદુષણનો શિકાર બની રહ્યા હોવાનું પાટણના એક પ્રોફેસરની ટીમ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં બહાર આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ દરિયાઈ વિસ્તારમાંથી સેમ્પલ રૂપે લેવામાં આવેલા 10 જાતિના ઝીંગાઓના પેટમાંથી માઇક્રો પ્લાસ્ટિક મળી આવ્યું છે.