સાબરકાંઠાના પ્રાંતિજમાં છ દિવસ અગાઉ પૈસાની લેતી દેતીમાં બોલાચાલી બાદ જૂથ અથડામણ થઇ હતી જેમાં એકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 17 સહીત 30ના ટોળા સામે હત્યા અને રાયોટીંગનો ગુનો નોંધાયા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 15 આરોપીઓને ઝડપી લીધા છે. જે આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.