વલસાડ જિલ્લાના ગોરખડા ગામમાં રહેતો એક પરિવાર ઘરકંકાસના કારણે વેરવિખેર થઈ ગયો છે. ગુસ્સામાં આવેલા પતિએ હથોડીના ઘા મારી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. દંપતીના ઝઘડાના કારણે હાલ તો ચાર મહિનાનો માસૂમ બાળક નિરાધાર બન્યો છે. હત્યારો પતિ ગુનાને અંજામ આપી ફરાર થાય તે પહેલા જ ગામલોકોએ તેને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.