ભરૂચના કોસમડીથી 24 દિવસથી લાપતા થયેલ માનસિક દિવ્યાંગ પુત્ર ની શોધ માટે દિવ્યાંગ પિતા વલખા મારી રહ્યા છે. 26 મી જાન્યુઆરી બાદ 29 વર્ષીય 29 વર્ષીય માનસિક વિકલાંગ પુત્ર વિકેશ પ્રસાદ ઘરે પરત આવ્યો નથી . બહેન અને પિતાએ શોધખોળ કરી હતી. અંતે બેનર લઇ હવે પુત્રને શોધવા મજબૂર બન્યા છે.