ગુજરાત સરકારે સ્માર્ટ વિલેજ યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત વિવિધ ધારાધોરણ નિર્ધારીત કરાયા છે. કુલ 11 જેટલા માપદંડો રાખ્યા અને તે માટે ગુણ પણ નિર્ધારીત કરવામાં આવ્યા છે. આ માટે પસંદ કરાયેલ સ્માર્ટ વિલેજને પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 5 જિલ્લાના 16 ગામોના સ્માર્ટ વિલેજ જાહેર કર્યા હતા, આ ગામોમાં નવસારી જિલ્લાના એકમાત્ર મહુવર ગામ સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે.