વલસાડ જિલ્લામાં કુલ 55 કેન્દ્રો ખાતે 178 શાળાઓના 2027 વર્ગ ખંડમાં CCTV કેમેરાની બાજનજર વચ્ચે કુલ 50,832 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરીને શાંતિપૂર્ણ માહોલમાં અને ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રમાણેનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગે કર્યું છે. પેપર લીક થતા અટકાવવા માટે બોર્ડ દ્વારા પેપર ટ્રેસિંગ સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. જેના આધારે પેપર લિંક થતા અટકાવી શકશે.