વાગરામાં સફેદ સ્કોર્પિયો લઇને આવેલાં તસ્કરો એચડીએફસી બેંકનું આખેઆખું એટીમ ઉઠાવી ગયાં હતાં અને ખેતરમાં ગેસ કટરથી એટીએમ કાપી તેમાંથી 3.52 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. તસ્કરોએ પહેલાં દહેજ નજીક જોલવા ગામે એટીએમ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની કાર આવતાં ત્યાંથી ભાગ્યા બાદ વાગરાના એટીએમને નિશાન બનાવ્યું હતું.