ડેડીયાપાડા તાલુકાની 17 વર્ષની આદિવાસી સગીરા સાથે વિધર્મી આરોપીએ પોતાની ઓળખ છુપાવી લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. જે બાદ વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આરોપીનો પિતા પણ સગીરા સાથે અડપલાં કરતો હતો. અદાલતે મુખ્ય આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણને 10 વર્ષની સખ્ત કેદની તથા મદદગારી કરનાર તેના પિતા આરોપી શબ્બીર અમીર પઠાણને 3 વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો હતો.