નવસારી જલાલપોર તાલુકામાંથી પસાર થતી મિંઢોળા નદી હાલમાં પ્રદૂષિત હોય લોકમાતા મિંઢોળાને શુદ્ધ અને નિર્મળ બનાવવા માટે માંગ ઉઠી છે. જાગૃત નાગરિકે જણાવ્યું છે કે ,કોરોના કાળ દરમિયાન પલસાણા ઇકોઝોનના કારખાના બંધ થયા હતા તેના કારણે મિંઢોળા નદી સ્વચ્છ થઈ હતી. હાલ ઔદ્યોગિક કચરાના કારણે નદી ફરી પ્રદુષિત બની છે. નદી પ્રદૂષણમુક્ત થાય તો ખેતીના પાકને પણ શુદ્ધ પાણી મળે તેમ છે.