પોશીનાના પાડાપાટ ગામથી લીલાજણા ફળિયા સુધી રસ્તો ન હોવાથી મહિલાની તબિયત લથડતા ઝોળીમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. અહીં 40થી વધુ ઘરો હોવા છતાં રસ્તો નથી. કોઈ બિમાર હોય ત્યારે ડોલીથી 3 કિમી ચાલી રસ્તા સુધી પહોંચાડાય છે અને માણસો ભેગા થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.