વાગરાની દહેજ ખાતે આવેલી મેઘમણી કંપનીમાં વર્ષ 2015 માં લાગેલી આગમાં રૂ.53.09 કરોડનું નુકશાન થયું હતું. કંપનીએ કરેલો ક્લેઈમ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીએ નામંજૂર કર્યો હતો. જેથી કંપનીએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો.જે કેસ ચાલી જતાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને મેઘમણી કંપનીના તરફ ચુકાદો આપીને વીમા કંપનીને નુકશાન સહિત કુલ રૂ.90 કરોડ ચૂકવાનો હુકમ કર્યો છે.