ઉમલ્લા,પાણેથા, રાજપારડી સહીતનાા ગામોમાં વીજ કંપનીની ટીમોએ 3 પોલીસ બંદોબસ્ત સાથે આકસ્મિક વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન 500 થી વધુ વીજ જોડાણો તપાસવામાં આવતા 42 વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ હતી. અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરતા ઝડપાયેલા વીજ ગ્રાહકોને 46 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જણવા મળે છે.