સરકાર દ્વારા જમીન ફાળવણી ન થતાં જે સ્થળ પર જૂની તાલુકા પંચાયત હતી. ત્યાંજ નવી બનાવવાનું નક્કી કરાયું હતું અને છ હજાર ફૂટમાં કામ શરૂ કરાયું હતું. જેનો નકશો પણ તૈયાર થઈ ગયા બાદ કામ શરૂ કરાયું હતું, પરંતુ હવે તેમાં પણ વિઘ્ન આવ્યું છે. અત્યારે જ્યાં તાલુકા પંચાયત બની રહી છે તેની બાજુમાં જ ICDSના મકાન માટે જમીન ફાળવી છે. ત્યારે આ ICDSની ફાળવેલી કેટલીક જમીન પર દબાણ કરી દેતા ICDSના અધિકારીને ધ્યાને આવતા સરકારમાં રજૂઆત કરતા હાલ પૂરતુ તાલુકા પંચાયતનું કામ બંધ કરવામાં આવ્યું છે.