પાટણ નગરપાલિકા હસ્તકના વાદી સોસાયટીના કેટલાક દુકાનદારો છેલ્લા ઘણા વર્ષોથી દુકાનનું બાકી ભાડું ભરતા ન હોય તેઓને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી. 16 જેટલી દુકાનોના ભાડુઆત દુકાનદારો પોતાનું બાકી ભાડું નોટિસ પાઠવ્યા બાદ પણ ન ચૂકવતા પાલિકા દ્વારા તેઓની દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.