વડાપ્રધાન મોદી આજે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 22,500 કરોડથી વધુના ખર્ચે બનેલા બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. સાંજે 4 કલાકે નવસારી વાંસી બોરસી ખાતે પી.એમ મિત્રાપાર્કનું ખાતમુહૂર્ત સાથે જાહેરસભા પણ સંબોધશે.લોકાર્પણમાં 840 કરોડના ખર્ચે કેમેરા, પેસેન્જર ટ્રેકિંગ સિસ્ટમ, GPS, ફાયર સેફટીવાળી 50 ઇ-સિટીબસને ફલેગઓફ કરશે. 597 કરોડના ખર્ચે તાપી શુદ્ધિકરણ અને 49 કરોડના ખર્ચે ડ્રીમ સિટીના કામોનો સમાવેશ થાય છે, જ્યારે 924 કરોડના ખર્ચે પાણી યોજના, 825 કરોડના ખર્ચે બેરેજ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાશે