આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 10,070 કરોડથી વધુના ખર્ચે બનેલા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. ત્રણ ભાગો બની ગયા છે. પહેલો ભાગ, 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને 2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયો છે. બીજો ભાગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને 3200 કરોડના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી પાદરાથી વડોદરાનો છે, જેને 4300 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે, જેને વડાપ્રધાન જનતાને સમર્પિત કરશે.