મહારાષ્ટ્રના મનોર પાસે વાઢવણ બંદરનાં પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી છે. જેને લઇ કેટલાક સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુરૂવારે પણ કાળા વાવટા સાથે આંદોલનકારીએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. દહાણુનાં વાઢવણ ખાતે સંભવિત વાણિજ્ય બંદરનો વિરોધ કરાઈ રહ્યો છે. વઢવાણ બંદર પ્રોજેક્ટ રદ કરવા લોકોએ માંગ કરી હતી. અંદોલકારીઓને પોલીસે સમજાવી મામલો થાળે પાડ્યો હતો.