સુરત તરફથી મરઘી ભરીને એક પીકઅપ અંકલેશ્વર તરફ જઈ રહી હતી. દરમિયાન બાકરોલ બ્રિજ પાસે ગાડી ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી પલટી મારી જવા પામી હતી. જેમાં ગાડી ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે ગાડી માં રહેલ અંદાજે 30 થી વધુ મરઘીઓના મોત નિપજ્યા હતા. મરઘામાં મોત બાદ ગાડી ચાલક જાહેરમાં જ મરઘા -મરઘી નાખી ત્યાંથી રવાના થઇ ગયો હતો