અંકલેશ્વર રાજપીપળા ચોકડી સુરત તરફ જવાના માર્ગ ઉપર એક ટ્રકચાલક લોખંડની એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક બ્રેક મારતા લોખંડની એંગલો આગળ ખસીને ડ્રાઈવર કેબીન પર પડી હતી. આ અકસ્માતમાં સદનસીબે કેબીનમાં રહેલા ડ્રાઈવરનો બચાવ થયો હતો.જોકે મોટા એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો. પોલીસે એંગલો હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.