ભરૂચ તાલુકાના વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતાં દશાન અને વેરવાડા ગામના રહિશોએ જિલ્લા પંચાયત ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મહિલા હોવા છતાં તેમના બદલે તેમના પતિ તમામ કારભાર કરતાં હોવાના આક્ષેપ તેમજ ગામમાં પિવાના પાણી અને રોડ-રસ્તા સફાઇની સમસ્યા મામલે સ્થાનિકોએ ડીડીઓને આવેદન થકી રજૂઆત કરી હતી.