ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતે શ્રીમુલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રેડ કરી અખાદ્ય જથ્થો જપ્ત કરાયો છે. બંને પેઢીમાં મળી 53 લાખની કિંમતનો કુલ 8200 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળ ની તપાસ હાથ ધરી છે. આ ખાદ્ય પદાર્થો લીધેલા નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.