પાટણ માર્કેટયાર્ડમાં ચોરીની ઘટનાઓ ન બને તે માટે માર્કેટ કમિટી દ્વારા રૂ 26 લાખના ખર્ચે 95 સીસીટીવી કેમેરા નાખવામાં આવશે..માર્કેટયાર્ડના પ્રવેશદ્વાર ઉપરાંત તમામ લાઈનોમાં અને ત્રણ કે ચાર રસ્તા પડતા હોય તે સ્થળોએ કેમેરા લગાવાશે. ખેડૂતો અને વેપારીઓની ખેત પેદાશોની સલામતી માટે માર્કેટયાર્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યું છે.