આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં લંપટ શિક્ષક કિરણ વાળંદએ શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને શારીરીક અડપલાં કર્યાં હતાં. જેથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ આ અંગેની જાણ પોતાના વાલીને કરી હતી. જેથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો અને લંપટ શિક્ષક કિરણ વાળંદને સસ્પેન્ડ કરી, કડકમાં કડક સજા આપવાની માંગ ઉચ્ચારી છે. ફરીયાદને આધારે આંકલાવ પોલીસે શિક્ષક વિરુદ્ધ આઈ.પી.સી કલમ 354 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.