માતર તાલુકાના શેખુપુર પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી ઘટનાબાદ તેને ઉતારી લેવામાં આવ્યા છે . જેથી બાળકો હવે ડાંગરની મિલમાં ભણતર લેવા મજબૂર બન્યા છે. ગામમાં આવેલ એક ડાંગરની મિલમાં અત્યારે આ શાળા ચલાવવામાં આવી રહી છે. શાળામાં બાળકોની સંખ્યા વધારે હોવાથી બે પાળીમાં ભણતર આપવામાં આવી રહ્યું છે.