ખેડા જિલ્લાના મહેમદાવાદ-ખેડા રેલવે સ્ટેશનની કરોડો રૂપિયાના ખર્ચે કાયાપલટનો તખ્તો તૈયાર થયો છે. આગામી 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કરે તેમ જાણવા મળે છે . આ મહેમદાવાદ-ખેડા રેલવે સ્ટેશન પર 12 મીટર પહોળો ફુટ ઓવર બ્રિજ બનશે. હાલ આ સ્ટેશન અમદાવાદને જોડતો મુખ્ય સ્ટેશન હોય આ રેલવે સ્ટેશનનુ રી ડેવલોપમેન્ટ થતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.