કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણા છેલ્લા બે વર્ષથી તબીબોને ચૂકવવામાં ન આવતા હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા તબીબોએ હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 84 જેટલી હોસ્પિટલો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જોડાયેલી છે. જેમાં ડીસામાં પણ 13 હોસ્પિટલો આ યોજના સાથે સંકળાયેલી છે, પરંતુ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી તબીબોને સરકાર દ્વારા આ યોજનાના તબીબો એ મુકેલા બિલોની રકમ ચૂકવવામાં આવી નથી.