બનાસકાંઠા જિલ્લા પોલીસવડાનો ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારમાં તાલુકાના આગેવાનો ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી. દરમ્યાન જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાને ડીસા તાલુકાના જુનાડીસા ગામના આગેવાનોએ જુનાડીસા ખાતે પોલીસ ચોકી કાર્યરત કરવાની માગ કરી હતી. જેથી પોલીસવડાએ એક માસમાં પોલીસ ચોકી કાર્યરત કરવા જણાવ્યું હતું.