ભરૂના લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં કોઇ કારણસર આગ લાગતાં પરિવારજનો ગભરાઇને બહાર દોડી આવતાં કેટલાંક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું આગ કાબુમાં નહીં આવી વધુને વધુ વિકરાળ બનવા લાગી હતી.લાશ્કરોને મેજર ફાયરનો કોલ મળતાં તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. બીજી તરફ જીએનએફસીના લાશ્કરો પણ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. સદનશીબે આગમાં કોઇને જાનહાની થઇ ન હતી. ઘરનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.