વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ઉપર નગરપાલિકા દ્વારા રૂ.2.62 કરોડના ખર્ચે 135 જેટલી કાર પાર્કિંગની ક્ષમતા સાથે પે એન્ડ પાર્કના ધોરણે શરુ કરાયેલા મલ્ટી લેવલ પાર્કિંગ કોમ્પલેક્ષમાં સીસીટીવીના અભાવે વાહનોના પાર્કિંગ અને તેની સુરક્ષા માટે નજર રાખી શકાતી નથી.છેલ્લા 1 વર્ષથી આ સેન્ટર પર સીસીટીવી કેમેરા નહિ મૂકાતાં વાહન માલિકોની સુરક્ષા સામે ગમે ત્યારે પ્રશ્નાર્થ મૂકાઇ જવાની દહેશત ઉઠી હતી.