સુરત શહેરમાં ફરી એકવાર હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ડભોલી વિસ્તારના રત્ન કલાકારને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવતા જહાંગીરપુરા પોલીસે ફરિયાદના આધારે ત્રણની ધરપકડ કરી અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. રત્નકલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હનીટ્રેપમા ફસાવી યુવકના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી સાથે બે લાખની માંગ કરી 55 હજાર પડાવ્યા હતા.