નવસારી ગુજરાત મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનના ઇન્સ્પેક્ટરો દ્વારા વિવિધ પ્રશ્નો સાથે આપેલ આવેદનપત્રમાં જણાવેલ રજૂઆતો વાહન વ્યવહાર વિભાગ દ્વારા મંજૂર નહીં કરાતા 26 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો સાથે આંદોલન હાથ ધરાશે. 26 ફેબ્રુઆરીથી શરૂ થતા આંદોલનના કારણે આરટીઓમાં વિવિધ કામગીરી હેતુ આવતા લોકોને કામગીરીઓ ખોરવાશે.