રાજ્યમા અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો ન કરાતા અધ્યાપક સહાયકો 27 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી અલગ અલગ રીતે તબક્કાવાર રજૂઆતો કરવામાં અવાનાર છે. ખેડા, આણંદ, મહિસાગર જિલ્લામાં ફરજ બજાવતા 291 અધ્યાપક સહાયકો અને સાથે રાજ્યના 1700 અધ્યાપક સહાયકો સરકાર સામે લડાયક મૂડમાં છે.