મહેસાણા ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાના વિવિધ સેન્ટર પરના 892 જેટલા માનસિક દિવ્યાંગ ખેલાડીઓએ દોડ, કુદ, બેડમિન્ટન, વોલીબોલ સહિતની રમતોમાં ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ પોતાનામાં રહેલી રમત ગમત પ્રત્યેની શક્તિનું પ્રદર્શન કરી પોતાનું મનોબળ મજબૂત બનાવ્યું હતું. રમત ગમતમાં ભાગ લેનાર અને વિજેતા ખેલાડીઓને આયોજકો દ્વારા સન્માન આપી પ્રોત્સાહિત કરાયા હતા.