ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિલોમીટર સુધીમાં સર્વેની કામગીરી કરી હતી. ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે તેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસ નદીમાં પાણીના તળ જળવાઈ રહે તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારમાં રજૂઆત કરી હતી.જે રજૂઆતના પગલે સરકારે હવે બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે