ગત ડી રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીથી 20 કિલોમીટરના અંતરાલે આવેલ દાંતામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 3 હતી. લોકોએ મોડી રાત્રે ભૂકંપના આંચકાઓ અનુભવાતા પોતાના ઘરથી બહાર નીકળી પડ્યા હતા. વધુ તીવ્રતા ન હોવાના કારણે હજી સુધી કોઈપણ જાન કે માલનું નુકસાન સર્જાવાની જાણકારી સામે નથી આવી. દાંતામાં મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકાઓની બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે પુષ્ટિ કરી હોવાનું જાણવા મળ્યું છે.