ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના 1476 કાર્યકરો આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યાધામ જવા રવાના થયા હતા. સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રીઓ અન્ય રેલવે અધિકારીઓ અને ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.