કતારગામ ખાતેના બાળાશ્રમ બહાર ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નિપજ્યું હતું. એક રાહદારીની નજર કપડામાં લપેટીને કીડીના ઢગલા વચ્ચે પડેલી અને કીડી કરડતી હોવાથી રડી રહેલી બાળકી પર પડી હતી.કતારગામ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.