વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતના મજૂરગેટ ખાતે રૂ.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલિમ સંસ્થા(ITI)ના નવા મકાનનું ઈ-લોકાર્પણ કરાયું હતું. ૧૫૯૪૬ ચો.મી.માં ગ્રાઉન્ડ+ચાર માળમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ૪૫ વર્કશોપ, ૩૫ થિયરી રૂમ, વહીવટી ઓફિસ, સેમિનાર હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાયર સેફટી, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ જેવી વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.