બાયડના ગોતાપુર-પ્રાંતવેલ ગામે 1960માં જિલ્લા પંચાયત નાની સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલ 250 વિઘા કરતાં મોટું તળાવ ઓવરફ્લો થયું છે. પાણી વેસ્ટ વિયારમાંથી બહાર નીકળવા લાગ્યું છે. આ તળાવની ઉત્તર તરફની પાળમાં ગાબડું પડ્યું છે. જેથી આવનારા સમયમાં જો વધારે પાણી આ તળાવમાં આવે તો ક્ષતિગ્રસ્ત તળાવની પાળમાં વધારે નુકશાનીની ભીતિ છે.