નવસારીના વોર્ડ નં. 13માં ઈટાળવા વિસ્તારની વિશાલનગર સોસાયટીમાં બંધ ઘરને તસ્કરે નિશાન બનાવી 1 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરીથઇ હતી. પોલીસે જીમી ઉર્ફે દીપક બીપીન શર્માપાસેથી બાઇક તેમજ ચોરીનો મુદ્દામાલ મળી કુલ 7.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા 15 વર્ષોમાં જીમીએગુજરાત અને અન્ય રાજ્ય સહીત કુલ 58 ચોરીઓને અંજામ આપ્યો છે. આરોપી ચોરી કર્યા બાદ ડાન્સબારમાં રૂપિયા ઉડાડતો હતો.