વડોદરા અર્બન ડેવલોપમેન્ટ એરિયા (વુડા)ની કારેલીબાગ વુડા ભવન ખાતે મળેલી બેઠકમાં રૂ. 923.29 કરોડના બજેટમાં રૂ. 305.55 કરોડની સિલક બતાવી પૂરાંતવાળા બજેટને મંજૂરી આપી છે. આ વર્ષે રૂ. 617.44 કરોડનો કામો પાછળ ખર્ચો થવાનો અંદાજ મુકાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં વુડાના બજેટમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વિવિધ ફી અને ગ્રાંટની આવક મેળવવા પર ભાર મૂકાયો તથા આવાસ યોજના, જલ જીવન મિશન, પાણી અને ગટર જોડાણના ચાર્જિસ પેટે સરકાર ગ્રાંટ પેટે રૂ. ૩૭૫.૫૦ કરોડ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.