પાટણના ખાલક્ષાપીર વિસ્તારમાં આવેલા 42 સી, રેલવે ફાટક પર સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા બે વર્ષથી અન્ડર પાસ બનાવવાની માંગણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ન આવતા આસપાસ ની 7 જેટલી સોસાયટીના રહીશોએ વિસ્તારમાં અંડર પાસ બનાવવાની માંગ સાથે ના બેનરો લગાવી ન્યાયની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે.