મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારની આ વિસ્તારના રહીશોએ વીજળીનો વપરાશ કર્યો પણ વીજળીનું બિલ નહોતું ભર્યું. જેથી વીજ વિભાગના પાંચ કર્મચારીઓની ટીમ ચાંદ ટેકરી વિસ્તારમાં ગઈ અને જે જે ગ્રાહકોના લાઈટ બિલ બાકી હતા તે ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કામગીરી કરી રહ્યા હતા. એટલામાં આ વિસ્તારના લોકો ઉશ્કેરાઈ જઈ કનેક્શન કાપી રહેલા કર્મચારી પર હુમલો કરીને ઇજા પમાડી હતી. મોડાસા પોલીસમાં જાણ કરીને 10થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.