મહા મહિનામાં માવઠું થાય તેવી માન્યતા સદીઓથી ચાલતી આવી છે. ત્યારે આ વર્ષે પણ મહા મહિનામાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને કાલે એમ બે દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. ગઈકાલે રાતે ભાવનગર અને ભરૂચમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે વલસાડમાં વરસાદ વરસ્યો હતો