ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ 42 ફૂટની સપાટીએ પહોંચતા નદીમાં આવેલા પૂરના કારણે ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. પૂરના પાણી સાથે કચરો તેમજ માટી કાદવ-કીચડ પણ ખેંચાઈ આવતા પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. પૂરના પાણી ઓસરતાં પાછળ ઠેર ઠેર કાદવ કીચડ તેમજ કચરાના થર લાગી ગયા છે. પાલિકા તંત્ર દ્વારા તાકીદે પગલાં ભરી કામગીરી કરાઇ રહી છે.